Back

દેવગઢ બારીઆ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં

    રાજ્યના કેટલાક વિસ્તારોમાં દિવાળી પૂર્વે કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે દેવગઢબારિયા પંથકમાં બે ત્રણ દિવસથી અચાનક વાતાવરણમાં પલટો  જોવા મળતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે, ત્યારે આજરોજ દેવગઢ બારીયાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે .કેટલાક ખેડૂતોને હજુ સુધી ડાંગરનો પાક ઊભો છે ત્યારે કમોસમી વરસાદ પડે તો પાક બગડવાની શક્યતાઓ રહેલી છે તેમજ ખેડૂતોએ શિયાળુ પાકની તૈયારી કરી લીધી છે ત્યારે ખેડૂતોના મનમાં  ચિંતા સેવાઈ રહી છે.