Back

શ્રી માધાપરવાડી કન્યા શાળામાં કાર્યાનુભવ અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ.

લધોરણ 1 થી 8 ની 314 બાળાઓને 1 થી 3 નંબર આપવામાં આવ્યા,

મોરબી,અત્રેની શ્રી માધાપરવાડી કન્યા શાળામાં સત્રાંત પરીક્ષાના ભાગ રૂપે કાર્યનુભવની પરીક્ષાના ભાગરૂપે રંગોળી સ્પર્ધા,થાળી શુશોભન, રૂમ સુશોભન,બેસ્ટ હેર સ્ટાઇલ,મહેંદી સ્પર્ધા વગેરે સ્પર્ધા યોજાઈ ગઈ જેમાં બેસ્ટ હેર સ્ટાઈલમાં પરમાર દર્શનાબેન છોટાલાલ પ્રથમ નંબર,ચાવડા પ્રવિણાબેન દાનાભાઈ બીજો નંબર,હડિયલ પ્રીતિબેન ગણેશભાઈ તૃતીય નંબર, રંગોળી સ્પર્ધામાં ઝાંસી કી રાણી ગ્રુપનો પ્રથમ નંબર અને સગુણા ગ્રુપનો બીજો નંબર પ્રાપ્ત કરેલ છે, મહેંદી સ્પર્ધામાં ચાવડા પ્રીતિબેન ગણેશભાઈ,બીજો નંબર ચાવડા માયા તુલશીભાઈ,ત્રીજો નંબર પરમાર જલ્પા મુળજીભાઈ,થાળી શુશોભનમાં પ્રથમ નંબર પરમાર કોમલ લાલજીભાઈ બીજો નંબર રાવળ ભારતી મનુભાઈ, ત્રીજો નંબર શિલ્પા અનિલભાઈ કંઝારીયા વગેરેએ નંબર પ્રાપ્ત કરેલ છે,તમામ સ્પર્ધામાં શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી,

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..