Back

મોરબી જીલ્લા માં એક એવું ગામ જ્યાં ગામનો ખર્ચ ગામના લોકો જ નક્કી કરે છે

અહેવાલ અતુલ જોશી 

મોરબી જીલ્લા માં એક એવું ગામ આવેલું છે જ્યાં ગામનો ખર્ચ ગામના લોકો જ નક્કી કરે છે અને તમામ ખર્ચ ગામના ચોરે જાહેરમાં લખવામાં આવે છે આ ગામનું નામ છે પીપળીયા ગામ કે જે 1200 લોકોની વસ્તી ધરાવે છે પરંતુ આ ગામમાં તમામ સુવિધાઓ કેંજે એક નાના શહેરમાં હોય તે જોવા મળે છે સાથે જ આ ગામમાં વર્ષોથી સરપંચ ગામલોકો દ્વારા નિમવામાં આવે છે અને બિનજરૂરી ખર્ચને ટાળી ને બિનહરીફ થયેલા ગામ ને જે રકમ મળે એ ગામના વિકાસમાં વાપરવામાં આવે છે મોરબી તાલુકાનું મોર્ડન ગામ પીપળીયા હાલ ગણવામાં આવે છે

મોરબી થી વિસ કિલોમીટર પૂર્વમાં આવેલા પીપળીયા ગામ હાલ મોર્ડન ગામની યાદીમાં આવે તેવો સર્વાંગી વિકાસ થયો છે ભૂકંપ માં પડી ભાંગેલા 1200 લોકોની વસ્તી ધરાવતા આ ગામને અજિત જોગી દ્વારા જે તે સમયે ભૂકંપ બાદ બનાવી આપવામાં આવ્યું હતું જેમાં બાદમાં પીપળીયા ગામના ગ્રામજનો દ્વારા પીપળીયાને વિકાસ અને સ્વચ્છતા ના માર્ગે લઈ મોર્ડન ગામ બનાવવાનું નક્કી કર્યું હતુ પીપળીયા ગામમાં જ્યારથી ગ્રામ પંચાયત છે ત્યાંરથી સરપંચની ચૂંટણી કરવામાં નથી આવતી પરન્તુ આ ગામ માં સરપંચ પીપળીયા ગામના ગ્રામજનો જાતે નક્કી કરે છે અને ગ્રામજનો જે નિર્ણય લે એ જ માન્ય રાખવામાં આવે છે આ પાછળ ગ્રામજનોનું એક તર્ક છુપાયેલું છે કે બિનહરીફ ચૂંટણી જે ગામ માં થાય તેને રોકસ રકમ મળે છે જેથી પીપળીયા ગામમાં એ રકમ આવે એ ગામના વિકાસમાં વાપરવામાં આવે છે હાલ આ ગામમાં અદ્યતન શૌચાલય, અદ્યતન સુવિધાઓ ધરાવતું સ્મશાન,અદ્યતન આંગણવાડી ,ખાનગી શાલનહોય તેવી પ્રાથમિક શાળા , આખા ગામમાં સીસી રોડ સહિતની તમામ પાયાની સુવિધાઓ હાલ આ ગામમાં છે એટલું જ નહીં અદ્યતન પાઇપલાઇન અને સીસીટીવી પ્રોજેકટ પણ પીપળીયા ગામમાં અમલમાં મુકાઈ ચુક્યો છે આ ગામમાં રહેતો દરેક ગ્રામજન સરપંચ છે તેવું આયોજન અને સંપ ધરાવતા પીપળીયા આ ગામના બનાવ ક્યારેય પોલીસ મથકે પણ પહોંચતું નથી ત્યારે મોરબી જિલ્લાનું આ પીપળીયા ગામ હાલ મોરબી તાલુકાનું મોર્ડન ગામ ગણવામાં આવે છે

આ પીપળીયા ગામની એક વિશેષતા છે કે આ ગામ માં ખર્ચ થતી તમામ રકમ જાહેર કરવામાં આવે છે અને ચોકમાં જાહેરમાં એક જાહેર માહિતી બોર્ડ બનાવવામાં આવ્યું છે જેમાં ગામમાં સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ તેની રકમ અને તારીખ સહિતની વિગત લખવામાં આવે છે અને તેની સામે થેયેલ ખર્ચ પણ લખવામાં આવે છે ત્યારે પીપીળીયા ગામને છેલ્લા બે વર્ષમાં ગામના વિકાસના જુદા જુદા વિસ કામો માટે 43 લાખથી વધુની સહાય આપવામાં આવી છે જેમાં 12 કામો થઈ ચૂક્યા છે અને અન્ય 8 કામો હાલ ચાલુ છે જેમાં સીસીટીવી,વાઈફાઈ, ફિલ્ટર પ્લાન, બાગ બગીચા જેવા મહત્વના મુદાઓ નો સમાવેશ થાય છે  જે આગામી સમયમાં થઈ જશે  

પીપળીયા ગામના હાલના સરપંચ અલ્પેશ કોઠીયા છે જે 27 વર્ષીની નાની ઉમરે ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક ચૂંટવામાં આવેલા બિનહરીફ સરપંચ છે જેઓ

ગામ ના લોકો ના પ્રશ્ન ને વાચા આપવા માટે હમેશા તૈયાર હોય છે અલ્પેશભાઈ એ પોતાના દોઢ વર્ષ ના સરપંચ ના કાર્યકાળ માં ગામ માં પ્રાથમિક કર્યો પૂર્ણ કર્યા જેમાં પીપળીયા ગામ નો મેઈન ગેટ , આંગળવાડી બાળકો માટે રમકડા અને ત્યાં ની પ્રાથમિક સુવિધા , આંગળવાડીનો ફરતે વંડો , સ્કુલના ગ્રાઉન્ડ માં પેવર બ્લોક નાખેલ , જૂની પંચાયત નું રીનોવેશન , ગામ ના ખુલ્લા સ્મસાન ને ફરતે વંડો , ગામ ના પાધર માં બાથરૂમ , અને હાલ માં ઘરે ઘરે પાણી મળી રહે તે માટે આખા ગામ માં પાણી ની નવી પાઈપ લાઈન નું કામ ચાલુ છે. સાથે આખા ગામ માં સી.સી. રોડ નું કામ પણ ચાલુ કરી દેવામાં અવિયું છે. આ સાથે ગામ ના સરપંચ એવા અલ્પેશભાઈ કોઠીયા એ જણાવ્યું હતું કે આગામી દિવશ માં આ ગામ ને સ્માર્ટ સીટી બનાવાનો પ્લાન છે તેવું પણ જણાવ્યું હતું જેમાં આખા ગામ માં સાફ સફાઈ નું ધ્યાન રાખવા માં આવશે , ગામ માં આગામી દિવસ માં સી.સી.ટીવી કેમરા પણ મુકવામાં આવશે આ સિવાય ગામમાં નવા ગામ બન્યા બાદ ગટરનો પ્રશ્ન તેમજ ફિલ્ટર પ્લાન અને વાઈફાઈ બાગ બગીચાઓ માટેની કામગીરી પણ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે અને આ ગામમાં તમમાં લોકો સરપંચ છે અને ગામના તમામ નિર્ણયો તેઓ સાથે મળી લઈ શકે છે બાદમાં જ ગામમાં કોઈ વિકાસ કામ જરૂરિયાત મુજબ આગળ વધે છે 

મોરબી જિલ્લામાં આવેલું આ પીપીળીયા ગામમાં રહેતા લોકો યુવાન હોય કે વૃદ્ધ,યુવતી હોય કે મહિલા તમામ પોતાની જાતને સરપંચ ગણાવે છે અને જો આ જ રીતે તમામ ગામડાઓ અને તેના.ગ્રામજનો એક સંપ કરી અને ગામના વિકાસ માટે મહેનત કરે તો સંપ ત્યાં જંપ એ કહેવત સાચી ઠરે અને ગામને મોર્ડન ગામ બનતા કોઈ ન રોકી શકે હાલ મોરબી જીલ્લા નું આ પીપળીયા ગામ મોર્ડન ગામના નમૂના નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે તેમ કહેવામા કોઈ નવાઈ નથી

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..