Back

અમિતભાઇ શાહના જન્મદિવસ નીમીતે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ પૂજા કરવામાં આવેલ

શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી તથા કેન્દ્રિયગ્રુહમંત્રી શ્રી અમિતભાઇ શાહના જન્મદિવસ નીમીતે  શ્રી સોમનાથ મહાદેવને વિશેષ પૂજા કરવામાં આવેલ


  શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી  અમિતભાઇ શાહના જન્મદિવસની ઉજવણી શ્રી સોમનાથ મંદિર  ખાતે કરવામશ્આવેલ. પ્રાત: કાળે તેઓના નિરામય આરોગ્ય માટે આયુષ્યમંત્ર જાપ અને  શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબ ,એક્ઝિક્યુટીવ ઓફીસર સાહેબ  ના હસ્તે મહાપૂજા કરવામાં આવેલ,આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી સાથે તીર્થ પુરોહિત પણ જોડાયા.  તેમજ સાયં આરતીમાં દીપમાલિકા પ્રજ્વલિત કરવામાં આવશે.

   શ્રી સોમનાથ ટ્રસ્ટના માન. અધ્યક્ષ ,તમામ ટ્રસ્ટીઓ, અધિકારીઓ  સમગ્ર ટ્રસ્ટ પરિવાર તરફથી માન. ટ્રસ્ટી  અમિતભાઇ શાહને  જન્મદિવસે શુભેચ્છા પાઠવવામાં આવેલ. તેઓના નિરામય આરોગ્ય માટે  શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલ હતી.


તસવીર મહેન્દ્ર ટાંક