Back

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાનમાં પ્રથમ દિવસ

મુખ્યમંત્રીની અંદિજાનમાં ફિક્કીની વૂમન સબ કમિટીમાં ઉપસ્થિતિ

કોઇ પણ સમાજનો વિકાસ-સશક્તિકરણ અને ઉન્નતિ નારીશક્તિના યોગદાન વિના અધૂરો છે - મુખ્યમંત્રી

ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ત્રણ મહિલા GIDC  

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનના અંદિજાનમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયા - ફિક્કીની વૂમન સબ કમિટીના સત્રમાં ભારતીય મહિલા સાહસિકતાના પ્રતિનિધિરૂપ માતાઓ-બહેનોને  સંબોધન કરતા જણાવ્યું કે સમાવેશક આર્થિક વિકાસ માટે મહિલા વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકોનું ક્ષમતા નિર્માણ આવશ્યક છે.

વિજયભાઈ રૂપાણીએ ફિક્કીની મહિલા પાંખ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોના ઉત્કર્ષ માટે કરાઈ રહેલા આ પ્રકારના પ્રોત્સાહક પ્રયાસો માટે આનંદ વ્યક્ત કરતા કહ્યું કે આવી સકારાત્મક સોચ મહિલા સશક્તીકરણના ઉદ્દેશ્યને વેગ આપે છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે કોઇ પણ સમાજનો વિકાસ, સશક્તિકરણ અને ઉન્નતિ નારીશક્તિના યોગદાન વિના અધૂરો છે અને આ મંત્રને કેન્દ્રમાં રાખી ગુજરાત સરકાર દરેક ક્ષેત્રમાં મહિલા  સશક્તિકરણ અને મહિલા સાહસિકતાને પ્રોત્સાહન આપે છે.

તેમણે ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વિશેષ મહિલા GIDC સરકારે કરી છે તેની પણ ભૂમિકા આપી હતી.  

આ અવસરે અંદિજાનના ગવર્નર શુખરત અબ્દુરહમોનોવ, ફિક્કીની વૂમન સબ કમિટીના પ્રેસિડેન્ટ એચ. તલવાર અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઉઝબેકિસ્તાનના ચેરમેન અદખમ ઇક્રામોવે પ્રસંગોચિત સંબોધન કર્યા હતાં. 

ફિક્કીની વૂમન સબ કમિટીમાં ઉદ્યોગ સાહસિક નારીશક્તિ પણ ઉપસ્થિત રહી હતી.

 

અહેવાલ ચિરાગ મકવાણા 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..