Back

સમગ્ર શિનોર તાલુકાનું તથા સાધલી ગામનું ગૌરવ વધારતી કિશોરી વિનિતા મિસ્ત્રી.

શિનોર તાલુકાના સાધલીની કિશોરી વિનિતા મિસ્ત્રીએ  વડોદરા ખાતે રમાએલ ગુજરાત લેવલની સબ જુનિયર વોલીબોલ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રહી સમગ્ર શિનોર તાલુકાનું તથા સાધલી ગામનું ગૌરવ વધાર્યું.


શિનોર તાલુકાના સાધલી ખાતે રહેતી વિનિતા મિસ્ત્રી  ગાંધીનગરના માણસા ખાતે આવેલ બ્લીઝ પબ્લિક સ્કૂલ માં ઈંગ્લીશ મીડીયમમાં સ્ટાન્ડર્ડ 8માં અભ્યાસ કરેછે .વડોદરા ખાતે ગુજરાત લેવલની સબ જુનિયર વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિનિતાની ટિમ પ્રથમ ક્રમાંકે રહી હતી જેમાં વિનિતાની ટિમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા  ટ્રોફી તથા પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.


વાત કરવામાં આવે તો વિનિતાની તો વિનિતા પોતાની વોલીબોલ  ટીમનું સુકાન સંભાળે છે. આથી આ ટિમનો સંપૂર્ણ શ્રેય વિનિતાને જાય છે.વિનિતાએ સમગ્ર શિનોર તાલુકાનું તથા સાધલી ગામનું નામ ગૌરવ વધાર્યું છે.


ફૈઝ ખત્રી.

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..