Back

ગોંડલમાં મહંતસ્વામીની હાજરીમાં ૨૩૫ મો ગુણાતીત જન્મોત્સવ ભાવભેર ઉજવાયો

દેશ-વિદેશથી આવેલા હજારો હરિભક્તોએમહોત્સવનો લાભ લીધો

પાંચ આરતી દ્વારા ગુણાતીતાનંદ સ્વામીના જન્મદિને સંતો ભક્તો એ અર્ધ્ય અર્પણ  કર્યું

અક્ષર ઘાટમાં સવારે યોજાયેલકળશયાત્રામાં દેશ-વિદેશથી અનેક હરિભક્તો અને સંતો જોડાયા

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામગોંડલ અક્ષર મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ૨૩૫ મોગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ ભાવભેરઉજવાઈ ગયો. આ મહોત્સવનો લાભ લેવા દેશ અને પરદેશથી હજારો હરિભક્તો નો પ્રવાહ ગોંડલ ભણી આવ્યો હતો. સવારે મહંત સ્વામીનીપ્રાતઃ પૂજા બાદ યોજાયેલી કળશ યાત્રામા દેશ-વિદેશથીપધારેલા સંતો અને હરિભકતો જોડાયા હતા. અક્ષર ઘાટ પર પ્રમુખસ્વામીમહારાજના અસ્થિ વિસર્જનને આ વર્ષે ચાર વર્ષ પુરા થતા હોય અક્ષર ઘાટ પર પૂજ્ય વિવેક સાગરદાસસ્વામીનીઉપસ્થિતિમાં વૈદિક મહાપૂજા નુ આયોજન કરવામાં આવ્યું હતું.

શરદપૂનમની મુખ્ય સભા સાંજે ૬:૦૦ થી ૯:૦૦ દરમિયાન યોજવામાં આવી હતી. આ વર્ષે  વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત "વચનામૃત" મધ્યવર્તી વિચાર સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આજનો આ સમગ્ર ઉત્સવ એ મહા પુરુષને સમર્પિત કરવામાં આવ્યો હતો જેણે પોતાનું સમગ્ર જીવન સમાજ માં રહેલા દુષણો - બદીઓ દૂર કરી સમાજ ઉદ્ધરના કર્યા માં વિતાવ્યું હતું.

મૂળ અક્ષરમૃતીગુણાતીતાનંદ સ્વામીએ કહેલ વચનામૃત નો મહિમા ચોટદાર સંવાદ, અને નૃત્ય દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. સંસ્થાના વરિષ્ઠ સંતોએ પણ વચનામૃતનો મહિમા તેમજ વચનામૃતમાં શ્રીજી મહારાજેકરાવેલીગુણાતીતાનંદસ્વામીની અક્ષરબ્રહ્મ તરીકેની ઓળખાણ વિષયક પ્રેરક વક્તવ્યો દ્વારા બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવાં માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુવક મંડળ અને બાળમંડળ દ્વારા થયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉપસ્થિત સહુ કોઈ મંત્રમુગ્ધ થયા હતા.

કાર્યક્રમના અંત ભાગમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઉપસ્થિત સૌ કોઈને આશીર્વાદથી લાભાન્વિત કર્યા હતાં. આ અવસરે કુલ પાંચ આરતીનાઅર્ઘ્ય દ્વારા સંતો - ભક્તોએ વિશિષ્ટ ભક્તિ અદા કરી હતી. આરતી દરમ્યાન રંગબેરંગી આતિશબાજી દ્વારા ગગન રંગાઈ ગયું હતું. આશરે ૧૫૦૦૦થી વધુ ભાવિભક્તોએ આ ઉત્સવનો લાભ લીધો હતો. અત્રે ઉપસ્થિત સહુ કોઈને દૂધ પૌવા નો પ્રસાદ આપવામાં આવ્યો હતો.

 

ગોંડલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..