Back

ઉપલેટા કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન.

ઉપલેટા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ બાબતોમાં ખેડૂતોને થતા અન્યાય સામે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.


આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા ઉપલેટા તાલુકામાં પાછોતરો વરસાદ ઓછો થવાના કારણે ખેતીવાડીમાં પાક નિષ્ફળતાને આરે આવીને ઉભો છે. જેનું તાત્કાલીક સર્વે કરી, ખેડૂતોને પાક વિમો આપવા, ખેડૂતોની દેવા માફી, સરકાર શ્રી  દ્વારા  જાહેર કરેલ સૌની યોજના પ્રમાણે જળાશયો પાણીથી ભરવા, રાત્રીને બદલે દિવસના સમયે વીજળી આપવી, ભૂંડ અને રોઝ જેવા જંગલી પ્રાણીઓથી મુક્તિ અપાવવી, જમીનનો ફરીથી સર્વે અને ઉત્પાદન થયેલ પાકના પોષણક્ષમ ભાવને ધ્યાને લઈ, વહેલી તકે ખેડૂતોને ફાયદો થાય તે સંદર્ભે આજરોજ ઉપલેટા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કિશોરભાઈ લકકડ, જીતુભાઈ સુવા, વિઠ્ઠલભાઈ ગજેરા સહિતના આગેવાનો જોડાયા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર દ્વારા આ અંગે વહેલાસર યોગ્ય પગલા નહીં ભરવામાં આવે તો નાછૂટકે અમારે ગાંધી ચીંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે.


રિપોર્ટ : દિનેશ ચંદ્રવાડિયા - ઉપલેટા

9979291598/7016006334