Back

નર્મદા: ઉકાળા વિતરણ નો સોમવારે પ્રથમ દિવસેજ 200 થી વધુ લોકો એ લાભ લીધો જુઓ ક્યાં ???

રાજપીપળા સરકારી આયુર્વેદ દવાખાના ખાતે વિના મુલ્યે અમૃત પેય ઉાળાં વિતરણ

આ ઉકાળા વિતરણ નો સોમવારે પ્રથમ દિવસેજ 200 થી વધુ લોકો એ લાભ લીધો

સ્વાઈન ફલૂ સામે રક્ષણ આપતા આ ઉકાળાનું સરકારી આયુવેદ દવાખાના નાંદોદ દ્વારા ગત વર્ષ ની જેમ વિતરણ કરાયું


રાજપીપળા :
રાજપીપળા નગરપાલિકા સંચાલિત દરબાર રોડ સ્તિથ લાઈબ્રેરી ખાતે આવેલા નાંદોદ તાલૂકાના સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા ગત વર્ષ ની માફક આ વર્ષે પણ સ્વાઈન ફલૂ માટે રક્ષણ મેળવવા અમૃત પેય ઉકાળા નું વિતરણ સોમવાર થી ચાલુ થયું હતું જેમાં 200 થી વધુ લોકો એ આ ઉકાળો પીધો હોય સમયાંતરે વિના મુલ્યે અપાતા આ ઉકાળા થી સ્વાઈન ફલૂ જેવા રોગો સામે રક્ષણ મળતું હોય રાજપીપળા ખાતે ચાલતા સરકારી આયુર્વેદ દવાખાના ના ડો.પરેશ જેઠવા અને સ્ટાફે આ ઉકાળો આયુર્વેદ દવાઓ નું મિશ્રણ કરી જાતે બનાવી લોકો ને પીવડાવ્યો અને રોગો સામે રક્ષણ આપવા પ્રયાસ કર્યો હતો અને ડો.જેઠવા એ ઉકાળા વિતરણ સાથે સ્વસ્થવૃત શિબિર નુ પણ આયોજન કરેલ જેમા દિનચર્યા, ૠતુચર્યા વિષે વિસ્તૃત માહિતી આપી હતી ત્યારે લાઈબ્રેરી ખાતે ઉકાળા વિતરણ ના આ કાર્યક્રમ માં પાલિકા ના ચીફ ઓફિસર હેમેન્દ્ર શાહ હાજર રહી પોતે આ ઉકાળો પીધા બાદ આવનાર લોકો ને આ શુદ્ધ ઉકાળો પી સ્વસ્થ રહેવા પર ભાર મુક્યો હતો

રીપોર્ટર જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા માં દરેક તાલુકાઓ માં રિપોર્ટરો ની નિમણુક કરવાની છે ઇચ્છુક ઉમેદવાર સંપર્ક કરો-
જુનેદ ખત્રી મો.નં- 84011 88553