Back

નવરાત્રી વિશે યુવા લેખકનું મંતવ્ય

નવરાત્રી એટલે ઉપાસના અને આરાધનાનો તહેવાર.નવરાત્રી શબ્દ સાંભળતા જ ગરબા રમતા ખૈલૈયાઓ યાદ આવી જાય છે. તે પણ એક શ્રદ્ધાનો જ ભાગ છે. એવું માનવામાં આવે છે કે જ્યાં માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે ત્યાં પાંચ ગરબા તો રમવા જ પડે છે.

માતાની આરાધનાની બીજી રીત એટલે ઉપવાસ. ઘણા લોકો નવરાત્રીના નવ દિવસ સુધી નકોરડાં ઉપવાસ કરે છે.જેવી જેની શક્તિ અને શ્રધ્ધા એવી તેની ભક્તિ.નવરાત્રી એક એવો તહેવાર છે જેમાં માતાના નવ રૂપોનું પૂજન કરવામાં આવે છે.નવરાત્રી દરમિયાન મર્યાદા પુરષોત્તમ શ્રીરામનો ઉલ્લેખ થાય છે.આસો સુદ નવમીના દિવસે શ્રીરામે આદ્યશક્તિની પૂજા કરી અને વિજયાદશમીના દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા સમુદ્ર તટ પરથી પ્રયાણ કર્યું હતું.

ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9 નવરાત્રીમા માતાના અનુષ્ઠાન માટે ઉત્તમ ગણવામાં આવે છે.માતાની ભક્તિ કરવા ગરબાની ઉપાસના કરવા માટે ઉત્તમ ગણાય છે.

ૐ શક્તિ ૐ શક્તિ ૐ શક્તિ ૐ

બ્રહ્મશક્તિ વિષ્ણુશક્તિ શિવશક્તિ ૐ

આદિશક્તિ મહાશક્તિ પરાશક્તિ ૐ

ઇચ્છાશક્તિ ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ ૐ

પણ હાલમાં લોકો નવરાત્રીનો અર્થ જ ભૂલી ગયા છે.

લોકો બીજાની દેખાદેખીમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખે છે.અવનવા ડેકોરેશનમાં ઘણા રૂપિયા વેડફી નાખે છે.હવે તો બોલીવુડના સોંગ પર ગરબા રમે અને ગરબા પણ વિચિત્ર લેવા લાગ્યા છે.

શુ આ યોગ્ય છે ?? શું આ રીતે આપણી સંસ્કૃતિ જળવાશે????

એટલે આજ થોડુંક લખવાનું મન થયું કે......

નવરાત્રી છે તો નવરાત્રીની જેમ ઉજવો.....

નથી આ ડાન્સ કે પછી નથી આ નાચ,

માતાની ભક્તિ છે, નથી મેકઅપ નો લેપ,

જો ગરબા ના આવડે તો શીખી લેવા,

નવરાત્રી છે તો નવરાત્રીની જેમ ઉજવો.....

મોટા મોટા મેદાનમાં, કાન ફાટે એવા સાઉન્ડમાં

જેમ-તેમ નાચે છે સૌ, કોઈ નથી રાઉન્ડમાં

સાવ બદલી નાખી ગરબાની રીત ને

નવરાત્રી છે તો નવરાત્રીની જેમ ઉજવો.....

ડી.જે નું સાઉન્ડ છે , ગર્લફ્રેન્ડ પણ સાથે હોય

બોલિવૂડના ગીત પર નાચવાનો ટ્રેન્ડ છે

આમાં ક્યાંથી આવે માં જગદંબા એટલે જ કેવાય જાય

નવરાત્રી છે તો નવરાત્રીની જેમ ઉજવો.....

દેખાવમાં ને દેખાવમાં કરે છે પૈસાનો ધુમાડો

નવરાત્રીની જગ્યાએ અદેખાઈનો થાય છે ફુવારો

હવે તો સમજીને સંસ્કૃતિનું રાખો ધ્યાન

નવરાત્રી છે તો નવરાત્રીની જેમ ઉજવો.....


હિમાંશુ શેરસિયા યુવા લેખક....