Back

નર્મદા જિલ્લામાં 3 લાખથી વધુ ખેડૂતો પણ માત્ર 235 પાક વીમાના કેશો નોંધાવ્યા

નર્મદા જિલ્લામાં 1.20 લાખ હેક્ટર માં વાવેતર છતાં વીમો કરાવવા માં ખેડૂતો નીરસ છે. 


જિલ્લામાં 3 લાખથી વધુ ખેડૂતો પણ માત્ર 235 પાક વીમાના કેશો નોંધાવ્યા 


વધુ વીમા કઢાવી પોતાના પાક પર આવતી આફતોમાં સહાય લેવા જિલ્લા ખેતીવાડી આધિકારીનું આહવાન 


રાજપીપળા :

નર્મદા જિલ્લામાં 1.20  લાખ હેકટરથી વધુ જમીનોમાં રોકડીયા પાક જેમાં કપાસ, શેરડી, કેળા, અને પપૈયા, જુવાર, બાજરી, તુવેર, ડાંગર, ઘઉં, મકાઈ, ચણા સહિતના પાકો અને શાકભાજીનું વાવેતર થાય છે પિયત અને બીન પિયત બંને ખેતીમાં પાકતા ધાન્ય ને કુદરતી આફતો, કે અન્ય નુકશાન સામે વળતર માટે વીમો ઉતારે એ માટે જિલ્લા ખેતીવાડી આધિકારીએ આહવાન કર્યું છે  કેમકે ખેડૂતો ની  આટલી જાગૃતિના કાર્યક્રમો છતાં ખેડૂતો વીમો ઉતારવા ગંભીરતા લેતા નથી અને જયારે નુકશાન થાય ત્યારે સહાયની માંગણી કરે છે જોકે વર્ષમાં માંડ 2000 થી 2500 જેટલા નજીવી રકમ સામે લાખ રૂપિયાથી વધુ નું વળતર મળે છે ત્યારે જોવું એ રહ્યું કે ખેડૂતો કેમ વીમો ખોલાવતાં નથી અને કેમ આ બાબતે ગંભીર નથી.


જિલ્લામાં 1.20 લાખ હેક્ટર જમીન માં વાવેતર થાય છે અને લગભગ નાના મોટા 2 લાખ જેટલા ખેડૂતો છે ત્યારે જેમાંથી સરકારની પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના માં માત્ર 235 જેટલા ખેડૂતોએ અરજી કરી વીમો લીધો જેમાં કુદરતી આફત હોય કે રોગ, કે પછી કોઈ માનવ, ઢોર ઢાંખર દ્વારા કરાયેલ નુકશાન આ તમામ બાબતોએ ખેૂત ને થયેલ નુકશાન બાબતે વળતર જેતે વીમા કંપની આપવાની હોય છે, ત્યારે ખેતીવાડી વિભાગ પણ ખેડૂતોને વીમો ઉતારવાની સલાહ આપે છે સૌરાષ્ટ્ર કચ્છ બાજુ 80 ટકા થી વધુ ખેડૂતો વીમો ઉતારે છે અને નુકશાનીમાં વળતર ઉંચુ મેળવે છે ત્યારે ખેડૂતો જેમ બને તેમ વધુ વીમો ખોલાવે જે માટે જાગૃત બને તો ખેડૂતોને અંતે રોવાનો વારો ના આવે. હાલ આ વર્ષે રોટાવાયરસ થી ખેતીને નુકશાન

થયું હતું, એ પહેલા ચોમાસામાં વાવાઝોડાને કારણે હજારો હેક્ટર જમીનો માં કેળાની ખેતીને નુકશાન થયું, સાથે અનિયમિત વરસાદથી જગતનો તાત હંમેશા ચિંતિત અને દુઃખી હોય છે ત્યારે આવા તેમને રક્ષણ અપાતા પાક વીમા યોજના આશીર્વાદ રૂપ બને માટે વીમો લેવો પ્રથમ પ્રાથમિકતા ખેડૂતે અપનાવી પડશે। 


◆ આ બાબતે ખેતીવાડી આધિકારી નિલેશ ભટ્ટે જણાવ્યું હતું કે ...


ખેડૂતો પોતાના પાકનો વીમો કરાવે એ જરૂરી બન્યું છે અન્ય જિલ્લાના લકો મોટી સંખ્યામાં વીમા ઉતારવા લાગ્યા છે અમે મેળા કરીને જાહેરાતો કરે છે પણ જયારે ખેડૂતોમાં કોણ જાણે ખેડૂતોમાં જાગૃતતા આવતી નથી સરકાર દ્વારા ઉત્તમ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આપવામાં આવી છે તો ખેડૂતો જાગૃત બને અને પોતાના પાકનું રક્ષણ કરે એવું જણાવ્યું હતું

રીપોર્ટર જુનેદ ખત્રી