Back

રાજપીપલા: આદિવાસી ભવન બનાવવા આદિવાસી સમાજ સાથે કોંગ્રેસ દ્વારા 20 એકર જમીનની માંગણી

રાજપીપલા: આદિવાસી ભવન બનાવવા આદિવાસી સમાજ સાથે કોંગ્રેસ દ્વારા 20 એકર જમીનની માંગણી

આદિવાસી પરંપરા ની કૃતિઓ અને આદિવાસીઓ નો આશ્રય સ્થાન બનશે, દેશવિદેશ ના આદિવાસી સમાજની સેવા કરાશે

નર્મદા ના વિસ્થાપિતો ને હજુ સુધી કોઈ સહાય નથી મળી એ સરકારની નફ્ફટાઈ છે-પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવા


રાજપીપળા :
વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બની રહી છે ત્યારે એ જગ્યા વિશ્વનું સૌથી મોટું પ્રવાસન સ્થળ બનશે જેને લઈને મોટા મોટા ઉદ્યોગ પતિઓ અહીંયા જમીનો માટે રોકાણ કરી રહ્યા છે. અને સરકાર કેટલાકને સરકારી જમીન ટોકન પર પણ આપવા તૈયાર થઈ છે. ત્યારે એક બાજુ પાસ આગેવાનો દ્વારા જમીન ની માંગણી જિલ્લા કલેક્ટર પાસે કરવામાં આવી હતી જેઓ કલેકટર કચેરી પહોંચી ત્રિવિધ ભવન બનાવવા માટે જમીન માંગી ત્યારે હવે આદિવાસી સમાજ દ્વારા માંગણી કરી છે આ માંગણીને લઈને કોંગ્રેસ આજે જિલ્લા કલેક્ટર ને સંબોધી આવેદન પત્ર આપ્યું જેમાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવા, આરોગ્ય સમિતિ ચેરમેન દિનેશ તડવી , યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા, મહામંત્રી અમિત વસાવા, રાકેશ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમનું કહેવું છે કે નર્મદા બંધ સ્થળ, કોલોની, સહીત સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે તમામ વિકાસના કામો ફોરલેન મા્ગો, શ્રેષ્ઠ ભારત ભવન સહીત સ્થળો પર આદિવાસીઓની જમીનો ગઈ છે જેમાં છ ગામના આદિવસીઓ ને કોઈ લાભો મળ્યા નથી અને જેમની જમીનો મફત ના ભાવે લઇ લીધી છે સામે કોઈ વળતળ આપ્યું નથી અને હવે લોકોને ટોકને રૂપિયા આપે છે ત્યારે આદિવાસી નો જેમાં પ્રથમ હક્ક બને છે, માટે આદિવાસી સમાજ ભવન આ સ્ટેચ્યુ નજીક બને તે જરૂરી છે જેવી માંગ આદિવાસી સમાજ અને કોંગ્રેસ દ્વારા કરી છે અને 20 એકર જમીન સરકારી માંગણી કરી છે.

આ બાબતે આદિવાસી આગેવાન અને કોંગ્રેસ પ્રદેશ મંત્રી હરેશ વસાવા એ જણાવ્યું હતું કે વર્ષોથી નર્મદા બંધન અસરગ્રસ્તો, પોતાની માંગણીઓને લઈને આંદોલનો કરે છે પણ આ નફ્ફટ સરકાર બિચારા આદિવાસીઓ ની કોઈ વાત નથી સંભળાતી પણ બેઠકો કરી ને સાંત્વના આપી ભોળા આદિવાસીઓનો ઉપયોગ કરે છે જેનો સો અર્થ આજે વિશ્વની આટલી મોટી અજાયબી બનાવી સરદાર પટેલ સાહેબ પ્રત્યે માન છે પણ જે આદિવાસીઓ સાથે સરકાર અન્યાય કરે છે એ ઘણું ખોટું છે કોંગ્રેસ તમામ અસરગ્રસ્તો સાથે છે, હાલ સમાજ માટે માંગણી કરી છે કે એક વિશાલ આદિવાસી ભવન કેવડિયા કે સ્ટેચ્યુ ની આસપાસ બને એવી માંગ વ્યાજબી છે સરકાર મોટા ઉદ્યોગપતિઓ ને આપે એના કરતા આદિવસી સમાજને કેમ ના આપે તેવી માંગ કરી છે.

રીપોર્ટર જુનેદ ખત્રી