Back

પંચમહાલ. શહેરાના અણિયાદ ચોકડી પાસે અકસ્માત ઘટના સ્થળે ૧ નું મોત

પંચમહાલ. શહેરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢીશહેરા ખાતે આવેલી અણિયાદ ચોકડી પાસે એક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા એક ઇસમનુ મોત થયુ હતુ.અને બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પંચમહાલના શહેરા નગરમા અણિયાદ ચોકડી પાસે એક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.જેમા બાઇકચાલકના માથા ઉપર ટ્રેલરનુ પૈડુ ફરી વળતા ઘટના સ્થળે જ બાઇક સવારનુ  કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.પણ સાથેના એક નાના બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો. સ્થાનિકોના ટોળાઓ ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા.અને બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.અને જરુરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.