Back

ટંકારાના મીતાણા નજીક EXID ૪૮ બેટરી ચોરાઈ વઘુ વિગત અહીં જાણો

ટંકારાના મીતાણા નજીક ટાવરની ૪૮ નંગ બેટરી ચોરી થઇ હોય જે મામલે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે  રાજકોટના રહેવાસી દિનેશસિંહ શામસિંહ રાજપૂતે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મીતાણા નજીક એચબીએલ કંપનીના ટાવરની જૂની બેટરી નંગ ૨૪ જે રૂમમાં રાખી હોય તે રૂમનો નકુચો તોડી અજાણ્યા ઈસમો ૨૪ નંગ બેટરી ચોરી કરી છે તેમજ બાજુમાં ખુલ્લા બેટરી સ્ટેન્ડમાં રાખેલ ટાવરની EXID કંપનીની જૂની બેટરી નંગ ૨૪ મળી કુલ ૪૮ નંગ બેટરી કીમત ૧૫૦૦૦ ચોરી કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે