Back

પાટણ ના ધારાસભ્ય શ્રી કપડાં ઉતારી વિરોધ પ્રદર્શન કર્યું. જુઓ શા માટે

પ્રહલાદ વ્યાસ. પાટણ.


પાટણ  શહેરના  દેવી પૂજક સમાજ તેમજ તમામ લારી ગલ્લા વાળા ઓ દ્વ્રારા આજ રોજ પાટણ નગરપાલિકા ના સત્તાધીશો સામે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે સખત વિરોધ કારવામાં આવ્યો હતો.


આજ રોજ આ રેલી મા પાટણ ના ધારાસભ્ય ડો કિરીટભાઈ પટેલે પણ કપડાં ઉતારી  વિરોધ પ્રદર્શન કર્યું હતું.તેમજ નગરપાલિકના સત્તાધીશો સામે તેમજ ભાજપ સરકાર સામે  વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દેવી પૂજક સમાજ તેમજ તમામ લારી ગલ્લા વાળા પાટણ નગરપાલિકા ખાતે ખુબજ મોટી સંખ્યામાં રેલી મા જોડાઈ ને પોતાના કપડાં ઉતારી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દેવીપૂજક સમાજ તેમજ તમામ  લારી ગલ્લા વાળા ઓ એ  નગરપાલિકાના સતાધીશો સામે સૂત્રો ચાર  કર્યા હતા.


પ્રહલાદ વ્યાસ. પાટણ