Back

પંચમહાલ જિલ્લા ના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આવેલ દૂધીયા તળાવ ખાતે આજથી દશેરા સુધી લેસર શો નો આરંભ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



પંચમહાલ જીલ્લા નું પાવાગઢ એ પણ શક્તિ પીઠો પૈકી ની એક શક્તિ પીઠ છે જેને લઈ માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખ્ખોની સંખ્યામાં ઉમટી પડે છે.

ત્યારે હાલમાં ચાલી રહેલી આસો નવરાત્રી ને માતાજીના ભક્તો માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે જેથી શ્રી કાલિકા ટેમ્પલ ટ્રસ્ટ દ્ધારા પાવાગઢ ઘ્વારા પાવાગઢ શક્તિપીઠ નું મહત્વ તથા પાવાગઢ ની જાણકારી આપની થીમ સાથે લેસર શોનું આયોજન પાવાગઢ ડુંગર પર આવેલ દૂધીયા તળાવ ખાતે આજથી રાજ્યના મંત્રી જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિ માં ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

આ લેશર શો નવરાત્રી દરમ્યાન દરોજ સાંજે સાત કલાકે શરૂ કરી રાત્રીના દશ કલાક સુધી ચલાવવામાં આવનાર છે.

આ લેશર શો ૧૫ મિનિટ નો છે લેશર શો દૂધીયા તળાવ ખાતે થી કરવામાં આવશે જે મંદિર પરિષદ ની બાજુમાં આવેલ બાણ ટેકરી પર થશે તેમાં શક્તિપીઠ ની ઝાંખી પાવાગઢ નું મહત્વ તેમજ વિશ્વામિત્રી નદીની ઉપન્નની ઝાંખી કરવામાં આવનાર છે.

શોથી ભક્તોનો શક્તિપીઠ ની જાણકારી મળશે આ લેશર શો ધાર્મિક સ્થળો માં ગુજરાત ખાતે આ પ્રથમ ધાર્મિક સ્થળ હોવાનું જાણવા મળી આવ્યું છે