Back

કઈ સંસ્થાએ વૃક્ષ ઉછેર માટે યોગ્ય અંતરે જગ્યા છોડવા ની રજૂઆત કરી જાણો અહી

નવા બનતા રોડમાં બંને બાજુ વૃક્ષ ઉછેર માટે યોગ્ય અંતરે જગ્યા છોડવા અંગે મોરબી મયુર નેચર કલબ મોરબી ના પ્રમુખ એમ.જી.મારુતિ સાહેબ તથા જીતુભાઈ એલ. ઠક્કર એ મોરબી નગરપાલિકા ના ચીફ ઓફીસર ને રજૂઆત કરી

હાલમાં અયોધ્યાપુરી રોડ ઉપર સિમેન્ટ રોડ માની રહ્યા છે (લાતી પ્લોટ પોલીસ ચોકીથી  આસ્વાદ પણ મહેન્દ્રપરા  કોર્નેર સુધી) તો રોડ બન્યા પછી ભવિષ્યમાં વવૃક્ષો વાવમાં માટે રોડ તોડવો ન પડે એ પરીસ્થિતિ થી બચવા માટે અત્યારે જ જી રોડની બંને બાજુ મોટા ખામણા જેટલા ખાડા ખાલી છોડી દેવામાં આવે તો આવતા ચોમાસામાં સેવાભાવી સંસ્થા અથવા નગરપાલિકા ખુદ વૃક્ષનું વાવેતર અને ઉછેર કરી શકે તો આ બાબતે સત્વરે સુચના આપવા વિનતી

આપણે સૌ પર્યાવરણનું મહત્વ અને જાળવણીનું જરૂરિયાત સમજીએ જ છીએ આવનાર ભવિષ્યમાં દરેક રોડ – રસ્તા ની બંને બાજુમાં વૃક્ષનો ઉછેર અહી કર્યો હોય તો રાહદારીઓને અને આજુબાજુના રહીશો વેપારીઓને ગરમીથી બચવા કોઈ વિકલ્પ જ નહિ હોય ત્યારે હવે પછી બનનારા દરેક રોડ- રસ્તામાં આ પ્રકારે વૃક્ષારોપણ ની વ્યવસ્થા કરવી જરૂરી છે