Back

ઉપલેટા શાળામાં નવરાત્રિની ઉજવણી.


ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ ઘોડાસરા સ્કૂલ ખાતે નવરાત્રી પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ.


સમગ્ર દેશમાં હાલ હિન્દુઓના દિવસની દ્રષ્ટિએ સૌથી મોટો તહેવાર નવરાત્રી પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ નામાંકિત શાળાઓમાંની ઘોડાસરા પ્રાથમિક શાળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના-નાના ભૂલકાઓ સાથે આ પાવન નવરાત્રી પર્વની ઉજવણી ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવી હતી. જેમાં ધોરણ  ૫ થી  ૮ સુધીના ઘણા વિદ્યાર્થીઓ અને  વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. તેમજ વિજેતાઓને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા. અને વિજેતા ના થયેલ હોય તેવા બાળકોને પણ પ્રોત્સાહિતરૂપે ઈનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ઘોડાસરા સ્કૂલના આચાર્ય ધવલભાઈ શાહના નેતૃત્વ હેઠળ શાળાના શૈક્ષણિક સ્ટાફની બહેનો દ્વારા બાળકોને વિવિધ પ્રકારનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.


રિપોર્ટ : દિનેશ ચંદ્રવાડિયા - ઉપલેટા

9979291598/7016006334